Monday, November 14, 2011

હોય એ...

હોય નમણી, નાજુક અને લાજવાબ હોય એ...
લાજવાબ શું?  લાજવાબનો પણ જવાબ હોય એ...

હોય સુન્દર સર્જન એ કુદરતનું
જાણે કે નશીલી શરાબ હોય એ...

આંખો ઉઘાડવા છતાં ન તૂટે
તેવો વાસ્તવિક ખ્વાબ હોય એ...

હોય પૂર્ણ-ચાંદ એ પૂનમનો,
કે પછી કોઈ આફતાબ હોય એ...

જેને કહે છે કાતિલ તેવા
હુસ્ન કે શબાબ હોય એ...

હોય ક્યારેક એ ગૂઢ, અકળ, કે 
પછી ક્યારેક બેનકાબ હોય એ....

મારા જનમ-જનમનાં પ્રેમનો
એક મોહક અહેવાલ હોય એ....

જિંદગીભર વાંચવા છતા ન છૂટે
તેવી દિલચસ્પ કિતાબ હોય એ....

હોય એ મલ્લિકા-એ-હુસ્ન અને
પ્રેમની તો જાણે નવાબ હોય એ...



હોય નમણી, નાજુક અને લાજવાબ હોય એ...
લાજવાબ શું?  લાજવાબનો પણ જવાબ હોય એ...

- રોહિત વઢવાણા ( Written on 7/5/1997)

No comments:

Post a Comment