Monday, November 14, 2011

નજર જોઈએ જોવા માટે



નજર જોઈએ જોવા માટે, સુંદરતાની ક્યાં કમી છે ?
પહેલી જ નજરે જોતાં, તેની  હરેક અદા મને ગમી છે.


ડંસ્યો તેનો પાણી ન માંગે, તે કોઈ વિશકન્યા સમી છે.
નજર જોઈએ જોવા માટે, સુંદરતાની ક્યાં કમી છે ?


મોત તો સ્વીકારી જ લઇશું જો તેને હાથે મળે ;
પરંતું જિન્દગી તેના વિના ગુજારવી વસમી છે.


તે કાતીલ છે, છે કાતિલાના તેનો અન્દાજ;  છતાં 
મારી આંખો તેની સથે મોતનો ખેલ રમી છે.


હવે સમજ્યો છું કે તેની નજર પામવી અશક્ય છે;
કેમકે, તે દેવતાઓને દૂર્લભ એવું અમ્રુત યાને અમી છે.


તેના હરેક ખ્યાલમાં દિલ - જિગર ઘવાયું છે 
છતા, તેની એક એક અદા મને લાગી મરહમી છે.


તેની યાદોથી તડપું છું છતાં યાદ રાખવા ઇચ્છુ છું
કેમકે તેની યાદો સંગીતમય યાને સરગમી છે.

નજર જોઈએ જોવા માટે, સુંદરતાની ક્યાં કમી છે ?




- રોહિત વઢવાણા (15/5/1997)





No comments:

Post a Comment