Monday, November 14, 2011

વિરોધાભાષ



મને મારાં ચિત્રોમાં કવિતા વંચાય છે...
મને મારી કવિતાઓમાં ચિત્રો દેખાય છે...


તેનું કારણ હું જાણતો નથી પરંતું 
મને સતત આ વિરોધાભાષ વર્તાય છે.


હોતી નથી હરપળ ખુશી મનમાં
ક્યારેક દુ:ખનાં ડુંગર ખડકાય છે...


વધું હવામાં ઊડીશ ના ! દોસ્ત.
ચડનાર ક્યારેક જમીને પટકાય છે. ...


છે આ દુનિયા છેતરામણી યાર,
હીરાથી વધુ કાંચ ક્યારેક ચમકાય છે....


શાંતિ મેળવવાં હું સતત જંખુ છું
પરંતુ મને બધેજ અજંપો વર્તાય છે....


નશીબ મહેનતનું પરિણામ છે જાણજે
નશીબાધારે બેસનાર હંમેશા પસ્તાય છે....


ચેતીને રહેજે ઇશ્ક થાય ના, કેમ કે
આશિકોનાં મજનુ શા હાલ થાય છે.....


તેનું કારણ હું જાણતો નથી પરંતું 
મને સતત આ વિરોધાભાષ વર્તાય છે.



-રોહિત વઢવાણા (28/5/1997)

No comments:

Post a Comment